ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રિપ્લેસમેન્ટ નિયમ પર થયેલા વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
BCCI એ હવે પોતાની સ્થાનિક ક્રિકેટ સિઝન માટે નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિયમો ખાસ કરીને લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નિયમથી ભારતીય ક્રિકેટમાં એક મોટો બદલાવ આવશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી 2025-26 ની સ્થાનિક ક્રિકેટ સિઝનથી રેડ-બોલ મેચોમાં નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ ICC ના કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ જેવો જ છે. હવે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેલાડી માટે ફક્ત લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટની જ મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં રિષભ પંત અને ક્રિસ વોક્સના કેસ પછી લેવામાં આવ્યો છે. આ નિયમ હાલમાં માત્ર રેડ-બોલ અને અંડર-19 CK નાયડુ ટ્રોફીમાં લાગુ થશે, જ્યારે વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટમાં નહીં.