Connect Gujarat
ગુજરાત

ભરૂચ TOP FM દ્વારા પેન્ટિન્ગ થકી કરાયો ભવ્ય ઈતિહાસ ઉજાગર

ભરૂચ TOP FM દ્વારા પેન્ટિન્ગ થકી કરાયો ભવ્ય ઈતિહાસ ઉજાગર
X

ભૃગુ ઋષિએ ૮૦૦૦ વર્ષ પેહલા કાચબાની પીઠ પર સવાર થઈ ૧૮૦૦૦ શિસ્યો સાથે ભૃગુનગરી વસાવી હતી.

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર આજે વસંત પંચમીએ સૌ પ્રથમ વખત ભૃગુ ઋષિનો પ્રાગટ્ય દીવસ અને ભરૂચનો સ્થાપના દિન ઉજવી રહી છે. જેનાં ભાગરૂપે મકતમપુર સ્થિત કૃષિ મહાવિદ્યાલયની દિવાલો પર TOP FM ભરૂચ દ્વારા ભરૂચના ભવ્ય ઇતિહાસને પેન્ટિન્ગ થકી ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="83907,83908,83909,83910"]

પ્રાચિન અને ઐતિહાસિક નગરી ભરૂચની ધરોહર સમાન હેરીટેઝ વારસાને જી. એન.એફ.સી. તેમજ કે.જે.ચોક્સી લાઈબ્રેરી નાં સહયોગથી ટોપ એફ.એમ. ૧૦૫.૨ દ્વારા દિવાલો પર ભરૂચનો ઝળહળતો ઇતિહાસ ચિત્ર સ્વરૂપે કંડારવામાં આવયો હતો.

Next Story