ભરૂચ : ચાર વર્ષ પહેલાં નિર્મિત ભૃગુઋષિ બ્રિજ પર ગાબડાં, માર્ગોએ કહાવતને સાચી ઠેરવી

0

ભરૂચ શહેરમાં ચાર વર્ષ પહેલાં ટ્રાફિકની સમસ્યા નિવારવા બનાવાયેલ બ્રિજ ખાડાયુક્ત થઈ રહ્યો છે. ભૃગુરૂષિના નામથી બનાવાયેલ અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પિત ભૃગુરૂષિ પુલ પર ગાબડાં પડી ગયા છે. પુલની ભંગાણ હાલતના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

નર્મદા નદીના કાંઠે વસેલું, ખારીસિંગથી પ્રખ્યાત ભરૂચ ખરાબ રસ્તાઓના કારણે પણ પ્રચલિત છે. ભરૂચની હાલની પરિસ્થિતી વર્ષોની કહેવતને સાર્થક કરે છે. ભરૂચના બ્રિજ અને માર્ગો ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચની તસવીર પ્રસ્તુત કરે છે. જેને અનુભવ દરેક ભરૂચવાસીને થાય છે. ચાર વર્ષ પહેલાં ભરૂચવાસીઓના સમય અને ઈંધણની પરવા કરી ટ્રાફિક નિવારવા હેતુ રાજ્ય સરકારે કોલેજથી કોર્ટ તરફ જવા બ્રિજને મંજૂરી આપી હતી. જેની કામગીરી પણ તાબડતોબ શરૂ કરવામાં આવી હતી. 2016માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ ઓવર બ્રિજનું નામ ભરૂચની તપોવન ભૂમિ જે વ્યક્તિના નામથી ઓળખાય છે તે ભૃગુરૂષિના નામથી ભૃગુરૂષિ ઓવરબ્રિજનું નામ આપી લોકાર્પણ કર્યું હતું. વાહન ચાલકો માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થયો છે. કરોડોના ખર્ચે નિર્માણ પામેલ આ બ્રિજ ચાર વર્ષમાં જ રંગ બતાવી રહ્યો હોય તેમ બ્રિજના બંને છેડા પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. એક તરફ 150 વર્ષ ઉપરાંતથી બ્રિટિશ શાસન ટાણેનો ગોલ્ડન બ્રિજ અડીખમ છે ત્યાં કરોડોના ખર્ચે બનેલ ભૃગુરૂષિ બ્રિજ ડચકા ખાતો થઈ ગયો છે. વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ પુલ ગબડાઓના કારણે વાહન ચાલકો માટે આફતરૂપ બની રહ્યો છે. હાલાકી વેઠી રહેલા વાહન ચાલકો ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે.

પ્રથમ વરસાદમાં જ બ્રિજ પર ખાડાઓ પડી જતાં કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ટૂંકા ગાળામાં બ્રિજની હાલત ભયંકર થતાં વાહન ચાલકો દહેશત અનુભવી રહ્યા છે.તકલાદી મટિરિયલ વાપરી ગોબાચારી કર્યાનો આક્ષેપ કોન્ટ્રાકટર તેમજ તંત્ર પર થઈ રહ્યો છે. ત્યારે

ભરૂચ નગરપાલિકા અને આરએમબીના વિવાદમાં રસ્તાઓની મરમ્મત થતી નથી. તંત્રની લાપરવાહીના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.

આ મુદ્દે ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાળાએ બ્રિજના બંને છેડે 31 લાખના ખર્ચે આરસીસી રોડ બનાવવામાં આવશે તેમજ અન્ય બિસ્માર માર્ગોનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યુ હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here