Connect Gujarat
ગુજરાત

ગૌસંવર્ધન માટે ભારત ભ્રમણે નીકળેલા પ્રાધ્યાપકનું ભરૂચમાં કરાયું સ્વાગત

ગૌસંવર્ધન માટે ભારત ભ્રમણે નીકળેલા પ્રાધ્યાપકનું ભરૂચમાં કરાયું સ્વાગત
X

મોહમ્મદ ફૈઝ ખાન નામના રાયપુર કોલેજના પુર્વ પ્રાધ્યાપક ગૌ સેવા અને ગૌમાતના સંવર્ધન હેતુ 14 હજાર કિમીની પદયાત્રાએ નીકળયાં છે. લેહ લદાખથી યાત્રાની શરૂઆત કર્યા બાદ 12 હજાર કિમી ની યાત્રા પૂરી કરી તેઓ ભરૂચ ખાતે આવી પહોંચ્યાં હતાં.

રાયપુર કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી ચૂકેલા મોહમ્મદ ફૈઝ ખાન ગૌ સેવા અને ગાય સંવર્ધન માટે હાલ 14 હજાર કિલો મીટરની પગપાળા યાત્રા પર નીકળ્યા છે. તેમણે રાયપુર કોલેજ માં થી રાજીનામું આપ્યું હતું અને ગૌ સેવા શરૂ કરી હતી. લેહ લદાખથી યાત્રાની શરૂઆત કર્યા કાદ 12 હજાર કિમી ની યાત્રા પૂરી કરી તેઓ ભરૂચ ખાતે આવી પહોંચ્યાં હતાં. જયાં તેમનું વિવિધ આગેવનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ પોતે ગૌ સેવા પ્રકોષ્ઠ મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંયોજક છે. આ પૂર્વે તેઓએ ગૌ સેવા માટે દિલ્લીમાં 22 દિવસના અનશન પણ કર્યા હતા. તેમણે ગાય માતા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા 2017માં લેહ ખાતેથી તેમની ભારત ભ્રમણ યાત્રાની શરૂઆત કરી હતી.

Next Story