Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ હોટલ ન્યાય મંદિરમાંથી ખરીદેલી સ્વીટ બગડેલી નીકળતા ફુડ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ

ભરૂચઃ હોટલ ન્યાય મંદિરમાંથી ખરીદેલી સ્વીટ બગડેલી નીકળતા ફુડ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ
X

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સ્વીટના સેમ્પલ લઈ એફએસએલ માટે મોકલી ફરિયાદ દાખલ કરી

ભરૂચની હોટલ ન્યાય મંદિરમાંથી ગ્રાહકે ખરીદેલ સવા કિલો મોતીચૂરના લાડુ ફુગવાળા અને દુર્ગંધ મારતા ગ્રાહકે સ્થળ ઉપર ફુડ એન્ડ ડ્રગ્સની ટીમને બોલાવી ફરિયાદ નોંધાવી હતી. ગ્રાહકની ફરિયાદનાં આધારે પાલિકાનાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈને તપાસ હાથ ધરી હતી.

ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ હોટલ ન્યાય મંદિરની સ્વીટની દુકાનમાંથી ગ્રાહકે પતાના ઘરે શુભ પ્રસંગ હોવાથી મહેમાનો માટે સવા કીલો મોતીચૂરના લાડુ ખરીદ્યા હતાં. ગ્રાહક લાડુ લઈ ઘરે પહોંચીને ટોપલીમાં મોતીચૂરના લાડુમાંથી દુર્ગંધ આવતા લાડુ તોડી ને જોયા હતા. જેમાંથી ફુગ અને સાથે અત્યંત દુગ્ધથી ગ્રાહકનો પિતો ગયો હતો. ગ્રાહક તાબડતો હોટલ ન્યાય મંદિર ખાતે સ્વીટની ટોપલી લઈ આવી મોતીચૂરના લાડુ ખરીદીનું બીલ માંગતા બીલ આપવાની ના પાડવા સાથે દાદાગીરી કરતા ગ્રાહકે આખરે ફુડ એન્ડ ડ્રગ્સની ટીમનો સંર્પક કર્યો હતો.

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની ટીમ હોટલ ન્યાય મંદિર ખાતે દોડી આવી ગ્રાહક ગૌતમ ડોડીયાની ફરિયાદના આધારે તપાસ કરતા તેવોએ ખરીદેલા મોતીચુરના લાડુ અખાદ્ય હોવાનું જણાઈ આવ્યું હતું. ફુડ એન્ડ ડ્રગ્સની ટીમ બગડી ગયેલા મોતીચૂરના લાડુના સેમ્પલ લઈ એફએસએલ માટે મોકલવાની કવાયત સાથે હોટલ સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી હતી. હોટલ ન્યાય મંદિરમાં સેફટીના સાધનોનો પણ અભાવ હોવાની જાણ ભરૂચ નગરપાલિકાના ગુમાસ્તા ધારાના ઈન્સ્પેકટર કમલેશભાઈ ગોસ્વામીને કરાતા તેવો પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવતા હોટલનું ગુમાસ્તાધારાનું લાયસન્સ પણ 2011 થી આજદીન સુધી રીન્યુ ન કર્યુ હોવાનું જણાઈ આવતા હોટલમાં આગ લાગે તો સેફટીના સાધનોના અભાવ સહિત રેસ્ટોરન્ટમાં ગંદકીને લઈ નગરપાલિકાએ પણ હોટલ ન્યાય મંદિરને નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી કરી છે. જો કે ફુડ એન્ડ ડ્રગ્સન ટીમે શીયાળાની ઋતુને લઈ રેસ્ટોરન્ટ તથા સ્વીટની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવાની જરૂર દેખાઈ રહી છે.

મોતીચૂરના લાડુ ખરીદનાર ગ્રાહકે જણાવ્યું હતું કે, મારી બહેનના લગ્નની ગણેશ સ્થાપનાના શુભ પ્રસંગ હોવાથી મે હોટલ ન્યાય મંદિરમાંથી સવા કીલો મોતીચૂરના લાડુ ખરીદયા હતા. જે લાડુ ઘરે લઈ જતા ટોપલી ખોલતાં તેમાં અત્યંત દુર્ગંધ આવતાં લાડુ પડતર હોય અને સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાથી ફુડ એન્ડ ડ્રગ્સની કચેરીમાં ફરીયાદ કરવી પડી છે.

હોટલ ન્યાય મંદિરમાં સ્વાસ્થીયને હાનીકારક વધુ વેચાણની ફરીયાદ મળતા નગરપાલિકાના ગુમાસ્તાધારા ઈન્સ્પેકટર કમલેશ ગોસ્વામીએ ઘટના સ્થળે દોડી આવી લાયસન્સ 2011 થી આજદીન સુધી રીન્યુ ન કરાવ્યું હોય અને આગ લાગે તો સેફટીના સાધન ન હોવાથી પાલિકાએ પણ કાયદેસરની કાર્યવાહી કરી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતું કે, હોટલ ન્યાય મંદિરમાં અખાદ્ય સ્વીટની ફરીયાદ ગ્રાહક ગૌતમ ડોડીયાએ કરતા ફુડ એન્ડ ડ્રગ્સની ટીમ ઘટના સ્થળે આવી છે. અને ગ્રાહકે ખરીદેલા સ્વીટના સેમ્પલ લઈ સ્થળ ઉપર પંચનામુ કરી હોટલ સંચાલકો સામે કાર્યવાહી કરી છે અને વધુ કાર્યવાહી નમુનાના સેમ્પલના એફએસએલ રીપોર્ટ બાદ કાર્યવાહી કરપનાર હોવાનું નિવેદન કર્યુ હતું.

Next Story