ભરૂચ : ટ્રાફિકના નવા નિયમો લોકોને લૂંટવાનો કારસો : જીજ્ઞેશ મેવાણી
BY Connect Gujarat29 Sep 2019 12:03 PM GMT

X
Connect Gujarat29 Sep 2019 12:03 PM GMT
રાજયમાં ટ્રાફિકના નવા નિયમો લોકોને લૂંટવાનો કારસો હોવાનું વડનગરના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું. તેમણે ભરૂચમાં આયોજીત સંવિધાન બચાવો સંમેલનમાં હાજરી આપી હતી.
દેશની તાજેતરની શૈક્ષણિક ,સામાજીક, આર્થિક, તેમજ સદભાવના અંગની પરિસ્થિતી બાબતે રવિવારના રોજ ભરૂચમાં ચિંતન સંમેલનનું આયોજન કરાયું હતું. ભરૂચની ઇસ્લામિક સ્કુલમાં આયોજીત સંમેલનમાં વડનગરના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. દેશમાં દલિત,આદિવાસી અને ધાર્મિક અલ્પસંખ્યકો ઉપર અમાનુષી જુલમ ગુજારવામાં આવી રહ્યો હોવા સહિતની બાબતોની સંમેલનમાં ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિના આગેવાનોએ સંમેલનનું આયોજન કર્યું હતું. વડનગરના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ રાજયમાં અમલી બનેલા ટ્રાફિકના નવા નિયમોને લોકોને લૂંટવાનો કારસો છે તેમ જણાવ્યું હતું.
Next Story