Connect Gujarat
સમાચાર

ભરૂચ: વાલિયામાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો, નાસતા ફરતા 2 શખ્સોને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ભરૂચ: વાલિયામાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો, નાસતા ફરતા 2 શખ્સોને ઝડપી પાડતી એલસીબી પોલીસ
X

વાલિયા પંથકમાં 2 શખ્સોએ સગીરા પાસે પાણી મંગાવવાના બહાને બોલાવી મોટર સાઇકલ ઉપર બેસાડી ગાંધુ ગામની સીમમાં લઇ જઈ એક યુવકે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી બન્ને યુવકો ફરાર થઇ ગયા હતા. જેને ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વાલિયા તાલુકાના વાગલખોડ ગામના 2 શખ્સોએ ગત તારીખ 20મી એપ્રિલના રોજ સગીરાને ફોન કરી પાણી આપવા આવવાનું જણાવતા સગીરા પાણી આપવા આવતા બન્ને મિત્રો સગીરાને જબરજસ્તી મોટર સાઇકલ ઉપર બેસાડી ગાંધુ ગામની સીમમાં ખેતરમાં લઇ જઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી, આ અંગે કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. જે અંગેની ફરિયાદ વાલિયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામના રોકડીયા હનુમાનજી મંદિર નજીકથી એક શખ્સને ઝડપી અને તેની મદદથી અન્ય એક બીજા શખ્સને પણ ઝડપી પાડી વાલિયા પોલીસને હવાલે કર્યા હતા.

Next Story