Connect Gujarat
Featured

ભરૂચ : પાલિકાની વેબસાઇટ થઇ “ડાઉન”, વેરો ભરવા લોકો પહોંચ્યાં કચેરીએ, સોશિયલ ડીસ્ટન્સના ઉડયાં ધજાગરા

ભરૂચ : પાલિકાની વેબસાઇટ થઇ “ડાઉન”, વેરો ભરવા લોકો પહોંચ્યાં કચેરીએ, સોશિયલ ડીસ્ટન્સના ઉડયાં ધજાગરા
X

કોરોના વાયરસની મહામારી વચ્ચે હાલ નગરપાલિકાએ વેરા વસુલાતની કામગીરી શરૂ કરી છે. વેરો ભરવામાં લોકો ભારે ઉત્સાહ પણ બતાવી રહયાં છે તેવામાં વેરો ભરવાની ઓનલાઇન સુવિધા બંધ થતાં લોકો પાલિકાની કચેરીએ આવી રહયાં છે. જેના કારણે ભીડ થતાં કોરોનાના સંક્રમણનો ખતરો વધ્યો છે…..

ભરૂચ શહેરમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહયાં છે. ભરૂચમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 1,800 જેટલા કેસ નોંધાય ચુકયાં છે. સરકાર તમને જરૂર વિના ઘરની બહાર નહિ નીકળવા અને માસ્ક પહેરવાની સુચના આપી રહી છે. પણ ભરૂચ નગરપાલિકાની વેરો ભરવાની ઓનલાઇન સુવિધા બંધ થતાં લોકોને વેરો ભરવા માટે ઘરોની બહાર નીકળવું પડી રહયું છે. આપ તમારા સક્રીન પણ જે નિહાળી રહયાં છો તે ભરૂચ નગરપાલિકાનું જન સુવિધા કેન્દ્ર છે. અને કતારમા ઉભેલાં લોકો તેમના વેરાની રકમ ભરવા માટે આવ્યાં છે. મોટાભાગના લોકોએ પોતાની સલામતી માટે માસ્ક પહેર્યા પણ છે. વેરો ભરવા માટે ઉમટી પડેલી ભીડના કારણે કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધ્યો છેે કારણ કે નગરપાલિકાના ચાર કર્મચારીઓ પણ કોરોનાનો ભોગ બની ચુકયાં છે. આવા સંજોગોમાં પાલિકાએ લોકો પોતાના ઘરેથી જ વેરાની રકમ ભરી શકે તેવી સુવિધાને આધુનિક બનાવવી જોઇએ તેવી લોકો માંગ કરી રહયાં છે..

Next Story