Connect Gujarat
Featured

ભરૂચ : નેત્રંગ પોલીસે પાંચ ટ્રકમાં ૬૫ ભેંસોની હેરાફેરી કરતાં 5 ઇસમોની કરી અટકાયત

ભરૂચ : નેત્રંગ પોલીસે પાંચ ટ્રકમાં ૬૫ ભેંસોની હેરાફેરી કરતાં 5 ઇસમોની કરી અટકાયત
X

ભરૂચથી મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા ખાતે માકૅટયાડૅમાં થતી ભેંસોની હેરાફેરીનો પદૉફાશ, નેત્રંગ પોલીસે પાંચ ટ્રકમાં ૬૫ ભેંસોની હેરાફેરી કરતાં પાંચ ઇસમોની અટકાયત કરી. પાંચ ટ્રક, ૬૫ ભેંસ મળી કુલ ૨૧,૫૦,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચના શેરપોર ખાતેથી નેત્રંગ થઇને મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા ખાતેના માકૅટયાડૅમાં ગેરકાયદેસર પાંચ ટ્રકમાં મોટી સંખ્યામાં ભેંસોની હેરાફેરી થઇ રહ્યાની બાતમી નેત્રંગ પોલીસ અને જીવદયા એનીમલ વેલફેર ઓફિસસરની બાતમી મળતા નેત્રંગ ચારરસ્તા ઉપર નેત્રંગ પોલીસે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મધ્યરાત્રીના એક વાગ્યાની આસપાસ બાતમી મુજબ પાંચ ટ્રકો વારાફરતી આવતા પોલીસ ટ્રકને રોકી પાછળના ભાગેથી તાડપત્રી હટાવીને તપાસ કરતાં તમામ પાંચ ટ્રકમાં ૬૫ જેટલી નાના-મોટી ભેંસો મળી આવી હતી. ભેંસોને ટ્રકોમાં ખીચો ખીચ દોરી વડે બાંધી અને ખાવા માટે કોઇપણ પ્રકારનો ઘાસચારો કે પાણીની વ્યવસ્થા નહીં હોવાથી તમામ ભેંસોની ગેરકાયદેસર હેરાફેરી થઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું, નેત્રંગ પોલીસે કડકહાથે પુછપરછ કરતાં મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા ખાતે માકૅટયાડૅમાં લઇ જવામાં આવતી હોય તેવું જાણવા મળ્યું હતું.

જેમાં મુખ્યત્વે નેત્રંગ પોલીસ કાયદેસરની કાયૅવાહી હાથધરતાં પાંચ ટ્રકોમાં ભેંસો કુલ ૬૫ જેની કિંમત ૬,૫૦,૦૦૦ અને પાંચ ટ્રક જેની કિંમત ૧૫,૦૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ગેરકાયદેસર હેરાફેરી કરતાં પાંચેય ઇસમો એટલે કે ટ્રકના ડ્રાઈવરોને જેલભેગા કરી આગળની તપાસ હાથધરી હતી, અને તમામ ભેંસોને ભરૂચ પાંજરાપોળ ખાતે રવાના કરી દેવામાં આવી હતી.

Next Story