Connect Gujarat
ગુજરાત

ભરૂચની કોકીલકંઠી શિક્ષિકા : ગુજરાતણ છે વ્હાલા ગીતમાં આપ્યો અવાજ

ભરૂચની કોકીલકંઠી શિક્ષિકા : ગુજરાતણ છે વ્હાલા ગીતમાં આપ્યો અવાજ
X

ભરૂચની રહેવાસી અને ઈંગ્લીશ મીડીયમ માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી દર્શના ડેલીવાલાએ ગુજરાતી સોન્ગ ગુજરાતણ છે વ્હાલા આલ્બમ માં પોતાનો અવાજ આપ્યો છે.

ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલ આર.કે.કાસ્ટા ના મકાન નંબર ૪૦૧ માં રહેતી દર્શના ડેલીવાલા ભરૂચની દિલ્હી પબ્લિક સ્કૂલમાં ઈંગ્લીશ મીડીયમ માં ઈંગ્લીશ વિષય નું શિક્ષણ વિદ્યાર્થીઓને પૂરું પાડી રહી હતી પરંતુ શિક્ષિકાને બાળપણ થી જ ગુજરાતી ગીતો ગાવાની અને ડાન્સ કરવાનો શોખ છે. તેમની શાળાના અન્ય શિક્ષક પિનાકીન બટુકરામે દર્શના ડેલીવાલા નો ગુજરાતી સોન્ગ ગાતા મધુર અવાજ સાંભળી તેણે મુંબઈ ખાતે તેઓ ના મિત્ર સાથે એક ગુજરાતી સોન્ગ ગાવાનો મોકો અપાવ્યો અને ઈંગ્લીશ વિષય નું શિક્ષણ પૂરું પાડતી શિક્ષિકા દર્શના ડેલીવાલા એ ગુજરાતી સોન્ગ ગુજરાતણ છે વ્હાલા મધુર અવાજમાં ગાયું છે. તેણીએ માતૃભાષા ને જીવંત રાખવા સાથે ભરૂચનું નામ પણ ટેલીવુડમાં રોશન કર્યું છે.

Next Story