Connect Gujarat
Featured

ભરૂચ : ગલુડીયું માતા સાથે ગયું નદી કાંઠે, અચાનક પાણીમાંથી ત્રાટકયું મોત

ભરૂચ : ગલુડીયું માતા સાથે  ગયું નદી કાંઠે, અચાનક પાણીમાંથી ત્રાટકયું મોત
X

ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીમાં મગરોની હાજરીનો પુરાવો આપતી ઘટના ગુરૂવારના રોજ બની હતી. નદીના કિનારે ગયેલાં ગલુડીયાનો મગરે શિકાર કર્યો હતો.

તવરા ગામ નજીક નર્મદા નદીમાં મગરો દેખા દેતી હોવાની ફરિયાદો ઉઠી હતી. વન વિભાગની ટીમે પાંજરુ મુકતા એક મગર પાંજરે પુરાયો હતો. લોકો રાહતનો શ્વાસ લે તે પહેલાં મગરે ગલુડીયાનો શિકાર કરતાં લોકોમાં ભય ફેલાયો છે. મગરે કરેલાં ગલુડીયાના શિકારના દ્રશ્યો કોઇએ મોબાઇલ ફોનમાં કેદ કરી લીધાં હતાં. નદીના પાણીમાં ગયેલાં ગલુડીયાને પળવારમાં મગર નદીમાં ખેંચી જતો વિડીયોમાં દેખાઇ રહયો છે……

Next Story