ભરૂચ : શાળાઓ શરૂ કરવા બાબતે DEOએ યોજયો વેબીનાર, જુઓ કઇ બાબતોની થઇ ચર્ચા

0

માર્ચ મહિનાથી શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ છે ત્યારે ભરૂચના જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા સંચાલકો, વાલીઓ તથા શિક્ષકો સાથે વેબીનાર યોજયો હતો. જેમાં લાભપાંચમથી માધ્યમિક શાળાઓ શરૂ કરવા સૌ સહમત થયાં હતાં પણ તે પહેલાં પરિસ્થિતિને અનુરૂપ SOP નકકી કરવા અપાયું સુચન કરવામાં આવ્યું છે.

અનલોકની પ્રક્રિયામાં અર્થવ્યવસ્થાની સાથે મોટાભાગની સેવાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ શાળાઓ હાલ પુરતી બંધ છે. દિવાળી વેકેશન પણ જાહેર થઇ ગયું છે. હવે વેકેશન પૂરું થયા પછી શાળાઓ કેવી રીતે શરૂ કરવી તે અંગે સરકારે વાલીઓ, શાળા સંચાલકો,શિક્ષકો અને અધિકારીઓના મંતવ્ય માંગ્યા હતા. જેને ધ્યાનમાં લઈને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વેબિનારનું આયોજન કરાયું હતું. જેમાં ભરૂચના 97 શિક્ષકો, વાલીઓ અને સંચાલકો સામેલ થયા હતા.

જેમાં દરેકે યોગ્ય ધારાધોરણો સાથે લાભપાંચમથી માધ્યમિક શાળાઓ શરૂ થવી જોઈએ તેવો મત આપ્યો હતો. જોકે હાલ પૂરતા પ્રાથમિક શાળાઓને બાકાતા રાખી છે. દરેક વિસ્તારની સ્થાનિક પરિસ્થિતિને અનુસરીને SOP (સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિઝર) બનાવીને શાળાઓ શરૂ કરવા મત વ્યક્ત કર્યો હતો. જ્યારે શાળાઓ શરૂ કરતા પહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં કોરોના અંગે જાગૃતિ આવે તે માટે કેમ્પેઇન કરવાનું નકકી કરાયું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here