ભરૂચઃ યુવા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, પોલીસે પુતળું છીનવી લીધું

New Update
ભરૂચઃ યુવા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, પોલીસે પુતળું છીનવી લીધું

પોલીસીની ગાડી આવી પહોંચતાં કાર્યકરો જિલ્લા પંચાયત તરફ ભાગવા જતાં પોલીસ પહોંચી હતી

ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ સ્ટેશન વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જોકે યુથ કોંગ્રેસનાં કાર્યકરો નાણામંત્રી અરૂણ જેટલીનાં પુતળાનું દહન કરે તે પહેલાં પોલીસે કાર્યકરો પાસેથી પુતળું છીનવી લીધું હતું. તો બાદમાં પોલીસ અને યુથ કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં કાર્યકરો રેલવે સ્ટેશન તરફ વિરોધ પ્રદર્સન કરવા દોડી ગયા હતા.

છેલ્લા બે દિવસથી દેશનાં ભાગેડૂ એવા વિજય માલ્યા સાથે નાણા મંત્રી અરૂણ જેટલીનું નામ જોડાતાં વિરોધનાં વંટોળ ઉભા થયા છે. જે અનુસંધાને ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસનાં પ્રમુખ શેરખાન પઠાણની આગેવાનીમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં વિરોધ પ્રદર્સન કરવા પહોંચ્યા હતા. ત્યારે પોલીસે યુવકો પુતળા દહન કરે તે પહેલાં જ તેમની પાસેથી પુતળું છીનવી લીધું હતું. જે બાદ પોલીસ અને યુથ કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં યુવા કોંગ્રેસ પ્રમુખ અને પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.