New Update
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પોલીસે જીઆઈડીસી બસ ડેપોમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બસ ડેપોમાં એક ઇસમ વિદેશી દારૂ ભરેલ 2 થેલા લઈને ઊભો હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતાં વિદેશી દારૂની 51 નંગ બોટલ અને એક ફોન મળી કુલ 15 હજારથી વધુન્ન મુદ્દામાલ સાથે મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના બુટલેગર આકાશ દાજુ કુંહાડેને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસે ઝડપાયેલા બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.