Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને માટીએડ ગામના નિશાળ ફળિયા રહેતો ચિંતન વસાવાને ઝડપી પાડ્યો

X

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે એશિયાડનગર પાસેથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાના પેટ્રોલીગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી એશિયાડનગર પાસેથી પસાર થવાનો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને માટીએડ ગામના નિશાળ ફળિયા રહેતો ચિંતન વસાવાને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story