Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: GIDC પોલીસે રૂ.54 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે 3 આરોપીઓની કરી ધરપકડ

બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા 88 નંગ બોટલ મળી આવો હતી પોલીસે 54 હજારનો દારૂ અને 5 લાખની ગાડી મળી કુલ 5.50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર: GIDC પોલીસે રૂ.54 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે 3 આરોપીઓની કરી ધરપકડ
X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સરદાર પાર્ક ચોકડી પાસે આવેલ મૌર્ય રેસિડેન્સી નજીકથી કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જલધારા ચોકડીથી વિઝન સ્કૂલ તરફ કાર નંબર-જી.જે.16.સી.એસ.2975માં વિદેશી દારૂનો જથ્થો લઈ ત્રણ ઈસમો જઈ રહ્યા છે તેવી બાતમીના આધારે સરદાર પાર્ક ચોકડી પાસે આવેલ મૌર્ય રેસિડેન્સી નજીક વોચ ગોઠવ્યો હતો.

તે વેળા બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા 88 નંગ બોટલ મળી આવો હતી પોલીસે 54 હજારનો દારૂ અને 5 લાખની ગાડી મળી કુલ 5.50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે વડદલા પાસે આવેલ સરિતા રેસિડેન્સી દિવ્યેશ દિલીપ કાનાણી,મૌલિક મધુ ઉજીયાને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story