Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: તંત્ર અને ગણેશ આયોજકો વચ્ચે બેઠક યોજાય, નર્મદા નદીમાં વિસર્જનની માંગ સાથે આયોજકોનો વોકઆઉટ

અંકલેશ્વરના ગણેશ આયોજકોએ નર્મદા નદીમાં જ વિસર્જનની જીદ પકડી વોક આઉટ કર્યું હતું

X

અંકલેશ્વરમાં ગણેશ વિસર્જનને લઈ મળેલ બેઠકમાં ગણેશ આયોજકોએ નર્મદા નદીમાં વિસર્જનની જીદ પકડી વોક આઉટ કરતાં તંત્રએ મિટિંગ કરવી પડી હતી અંકલેશ્વર નગર પાલિકાના સભાખંડ ખાતે અધિક કલેક્ટર નીતિશા માથુરની અધ્યક્ષતામાં ગણેશ વિસર્જનને લઈ બેઠક મળી હતી જેમાં ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદના તહેવાર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જો કે ચાલુ બેઠકમાં અંકલેશ્વરના ગણેશ આયોજકોએ નર્મદા નદીમાં જ વિસર્જનની જીદ પકડી વોક આઉટ કર્યું હતું

અને તંત્ર ઇકો ફ્રેંડલી ગણેશ પ્રતિમાઓનું નર્મદા નદીમાં કેમ વિસર્જન નહીં તેવા પ્રશ્નો ઉઠાવી જો એન.જી.ટીની ગાઈડ લાઇનની વાત કરવામાં આવતી હોય તો અંકલેશ્વર,ઝઘડીયા સહિત અન્ય ઔધ્યોગિક એકમોનું દૂષિત પાણી છોડવામાં આવે છે ત્યાં શું પગલાં ભરવામાં આવે છે તેવા આક્ષેપ કર્યા હતા.જો કે તંત્ર દ્વારા બેઠક યથાવત રાખવામા આવી હતી અને 28મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને લઈ રામકુંડ સ્થિત કુત્રિમ કુંડ ખાતે ગણેશ વિસર્જનનું આયોજન કરવા સાથે ગણેશ વિસર્જનના રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

Next Story