Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ટ્રાફિકને અડચણરૂપ ઢોરને પકડવા પાલિકાની કવાયત, 8થી વધુ ઢોર પકડી માલિકો પાસેથી દંડ વસૂલાયો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ ઢોર-ઢાંખરોને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે

અંકલેશ્વર : ટ્રાફિકને અડચણરૂપ ઢોરને પકડવા પાલિકાની કવાયત, 8થી વધુ ઢોર પકડી માલિકો પાસેથી દંડ વસૂલાયો
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ ઢોર-ઢાંખરોને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે, ત્યારે પાલિકા દ્વારા સતત 2 દિવસમાં 8થી વધુ ઢોરોને પકડવામાં આવ્યા છે.

અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો ઉપર જ રસ્તાની વચ્ચે રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો હતો. ઠેર ઠેર આ જ પ્રકારની સ્થિતિના પગલે વાહનચાલકો સહિત રાહદારીઓને રસ્તેથી પસાર થતા મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેની ફરિયાદ અંકલેશ્વર નગરપાલિકાને મળતા જ લોકો પોતાનો રોષ પાલિકા સામે ઠાલવે તે પહેલા જ પાલિકા તંત્ર દ્વારા પાલિકાકર્મીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે રાખી રખડતા ઢોરોને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઢોર ડબ્બાના વાહનના સતત 2 દિવસમાં કુલ 8 જેટલા ઢોરને પકડવામાં આવ્યા હતા. આ સાથે જ પકડાયેલા ઢોરના માલિકો પાસેથી દંડ વસૂલવાની કર્યાવહી પણ કરાય હતી.

Next Story