Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ને.હા પરથી ગેરકાયદેસર બાયો ડીઝલના પંપ પર પેરોલ પોલીસના દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત

2800 લીટર શંકાસ્પદ પ્રવાહી અને ડિજિટલ ડીસ્પેન્સર મશીન તેમજ ઇલેક્ટ્રિક મોટર સહીત 4.26 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપાયા

અંકલેશ્વર : ને.હા પરથી ગેરકાયદેસર બાયો ડીઝલના પંપ પર પેરોલ પોલીસના દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત
X

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખુલ્લા મેદાનમાં ગેરયકાયદેસર બાયોડીઝલ જ્વલનશીલનો જથ્થો ઝડપાવાના મામલામાં સંડોવાયેલ આરોપીને પેરોલ પોલીસે ઝડપી પાડ્યો હતો મળતી માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે બાયો ડીઝલના જવલનશીલ પ્રવાહીના સ્થળે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી છોટા હાથી ટેમ્પોમાં મુકેલ બેરલમાંથી 2800 લીટર શંકાસ્પદ પ્રવાહી અને ડિજિટલ ડીસ્પેન્સર મશીન તેમજ ઇલેક્ટ્રિક મોટર સહીત 4.26 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય એક ઈસમ ફરાર થઇ ગયો હતો જે ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વરના કાપોદ્રા ગામની સાંઈ દર્શન સોસાયટીમાં તેના ઘરે છે જેવી બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોડ પોલીસે રેડ કરી હતી અને નાસ્તા ફરતા આરોપી જગદીશ ઉકાભાઈ ઢોલરીયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story