Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર:રામવાટિકા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરની કરી ધરપકડ

બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૬ નંગ બોટલ કબજે કરી હતી

અંકલેશ્વર:રામવાટિકા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરની કરી ધરપકડ
X

અંકલેશ્વર શહેર પોલીસે હાંસોટ રોડ ઉપર આવેલ રામવાટીકા સોસાયટીમાંથી નગર પાલિકાની સામાન્ય ચુંટણીમાં વોર્ડ નંબર-૧માંથી કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરનાર બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ રામવાટીકા સોસાયટીના મકાન નંબર-એ-૨૩માં રહેતો ભાવિક નવીનચંદ્ર પાલેજવાલા પોતાના ઘરે ચોરી છુપી વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૬ નંગ બોટલ કબજે કરી હતી અને ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર ભાવિક નવીનચંદ્ર પાલેજવાલાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખની છે કે ઝડપાયેલ બુટલેગર તાજેતરમાં યોજાયેલ અંકલેશ્વર નગર પાલિકાની સામાન્ય ચુંટણીમાં વોર્ડ નંબર-૧માંથી કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી.

Next Story