Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પોલીસ વિભાગ દ્વારા ઈ-એફ.આઈ.આર અંગે સમાજ આપતો સેમિનાર યોજાયો

મોબાઈલ અને વાહન ચોરીની ઘટનામાં અરજદારે પોલીસ સ્ટેશનના ધક્કા નહિ ખાવા પડે અને ઘરે બેઠા ઈ-એફ.આઈ.આર કરી શકશે

અંકલેશ્વર: પોલીસ વિભાગ દ્વારા ઈ-એફ.આઈ.આર અંગે સમાજ આપતો સેમિનાર યોજાયો
X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં ઈ-એફ.આઈ.આર અંગે સેમીનાર યોજાયો ગત ૨૩મી જુલાઈના રોજ ગાંધીનગરની એન.એફ.એસ.યુ. ખાતે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ઈ-એફ.આઈ.આર.નો પ્રારંભ કરાવ્યો હતો ઈ-એફ.આઈ.આર.માં મોબાઈલ અને વાહન ચોરીની ઘટનામાં અરજદારે પોલીસ સ્ટેશનના ધક્કા નહિ ખાવા પડે અને ઘરે બેઠા ઈ-એફ.આઈ.આર કરી શકે આ સેવાનો લાભ લઇ શકે તે માટે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં ઈ-એફ.આઈ.આર અંગે સેમીનાર યોજાયો હતો જેમાં ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈએ રહીશો અને શાળાના વિદ્યાર્થીઓને ઈ-એફ.આઈ.આર અંગે માર્ગ દર્શન આપ્યું હતું આ સેમિનારમાં પી.આઈ.આર.એન.કરમટીયા,ઉદ્યોગકાર મહેશ પટેલ,પ્રવીણ તરૈયા,નરેશ પુજારા,હરેશ પટેલ અને ઉદ્યોગકારો તેમજ શાળા વિદ્યાર્થીઓ સહીત રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story