Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જુના ધંતુરીયા ગામેથી પોલીસે દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો, અન્ય બુટલેગર ફરાર

ભરૂચ LCB પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર તાલુકા નજીક પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી

અંકલેશ્વર : જુના ધંતુરીયા ગામેથી પોલીસે દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો, અન્ય બુટલેગર ફરાર
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના ધંતુરીયા ગામની સીમમાંથી LCB પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જયારે અન્ય બુટલેગર ફરાર થઇ જતાં વોંટેડ જાહેર કરાયો હતો.

ભરૂચ LCB પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર તાલુકા નજીક પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, માટીએડ ગામનો બુટલેગરે વાલિયા તાલુકાના કોંઢ ગામના બુટલેગર પાસે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે, અને દારૂનો જથ્થો જુના ધંતુરીયા ગામની સીમમાં સગેવગે કરવાના છે. જેવી બાતમીના આધારે LCB પોલીસે જુના ધંતુરીયા ગામની સીમમાં ટાવર વગામાં વોચમાં હતો, તે સમયે બાતમી વાળી કાર ત્યાં આવી ઉભી હતી, તે દરમ્યાન પોલીસે દરોડા પાડ્યા હતા. જોકે, પોલીસના દરોડાના પગલે બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે કારની ડીકી ખોલીને જોતા તેમાંથી વિદેશી દારૂની 446 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 48 હજારનો દારૂ અને 2 લાખની કાર મળી કુલ 2.48 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે માટીએડ ગામના બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે કોંઢ ગામનો બુટલેગર ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story