Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ભંગારના ગોડાઉનમાં પોલીસની રેડ, રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 1 શખ્સ ઝડપાયો...

ભંગારના ગોડાઉનમાં હાજર ઈસમ મુકેશ રાજપુરોહીતને સાથે રાખી ગોડાઉનમાં ચેક કરતા એલ્યુમીનીયમના વાયરો તથા લોખંડના પાઈપો તેમજ લોખંડની એંગલો તથા લોખંડના સળીયા મળી આવ્યા હતા

અંકલેશ્વર : ભંગારના ગોડાઉનમાં પોલીસની રેડ, રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 1 શખ્સ ઝડપાયો...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાઇવે પર આવેલ હોટેલની બાજુના ભંગારના ગોડાઉનમાં અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડી રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી હતી. અંકલેકર શહે૨ પોલીસ કાફલો પેટ્રોલીગમાં હતો, તે દરમ્યાન બાતમી મળતા નેશનલ હાઇવે 48 પર ભરૂચથી સુરત તરફ જતા રોડ પર આવેલ બેરાન હોટલની બાજુમાં આવેલ ગોડાઉનમાં અશોક રાજપુરોહીતે પોતાના ગોડાઉનમાં કોઈ જગ્યાએથી ભંગાર લાવી છુપાવી રાખ્યું છે, ત્યારે બાતમી હકીકતથી વાકેફ કરી 2 પંચો સાથે ખાનગી વાહનોમાં જઈ પોલીસે તપાસ કરતાં ભંગારના ગોડાઉનમાં વાયરો સળગાવ્યા હોવાનું જોવા મળ્યું હતું.

ભંગારના ગોડાઉનમાં હાજર ઈસમ મુકેશ રાજપુરોહીતને સાથે રાખી ગોડાઉનમાં ચેક કરતા એલ્યુમીનીયમના વાયરો તથા લોખંડના પાઈપો તેમજ લોખંડની એંગલો તથા લોખંડના સળીયા મળી આવ્યા હતા. જે મુદ્દામાલ રાખવા બાબતે મુકેશ રાજપુરોહીત પાસે આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપતા પોલીસે એલ્યુમીનીયમના વાયરો, લોખંડના પાઈપો, લોખંડની એંગલો મળી કુલ રૂપિયા 1,18,650/-ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. મુકેશ રાજપુરોહીત આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો છે જે બાબતે પુછપ૨છ કરતા પોતાના શેઠ અશોકસિંહ રાજપુરોહીતનું ગોડાઉન હોય અને જેઓ હાલ રાજસ્થાન ખાતે ગયા હોવાનું જણાવ્યુ હતું. હાલ તો પોલીસે મુદ્દામાલ સહિત આરોપીની CRPC કલમ 41 (1) ડી મુજબ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story