Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નવા તરિયા ગામે દુકાનદારને વાતોમાં ભોળવી રૂ. 9 હજારની ઠગાઈ કરનાર 2 મહિલાઓ ઝડપાય...

2 મહિલાઓ આવી હતી, અને મુકબધીર બાળકને બોલતા કરવાનું કહી વાતોમાં ભોળવી દુકાનદાર પાસે રૂપિયા 16 હજારની માંગણી કરી હતી.

અંકલેશ્વર : નવા તરિયા ગામે દુકાનદારને વાતોમાં ભોળવી રૂ. 9 હજારની ઠગાઈ કરનાર 2 મહિલાઓ ઝડપાય...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવા તરિયા ગામના દુકાનદારને વાતોમાં ભોળવી રોકડ રૂપિયા 9 હજારની ઠગાઈ કરનાર 2 મહિલાઓને પોલીસે ઝડપી પાડી હતી. મળતી માહિતી અનુસાર, ગત તા. 30 એપ્રિલના રોજ અંકલેશ્વરના નવા તરિયા ગામમાં રહેતા ગુમાણ પટેલ સજોદ ગામ ખાતે દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. જેઓની દુકાન પર 2 મહિલાઓ આવી હતી, અને મુકબધીર બાળકને બોલતા કરવાનું કહી વાતોમાં ભોળવી દુકાનદાર પાસે રૂપિયા 16 હજારની માંગણી કરી હતી. જેઓને દુકાનદારે 9 હજાર રૂપિયા આપ્યા હતા.

જે બાદ બન્ને ઠગ મહિલાઓ ત્યાંથી ફરાર થઇ ગઈ હતી. આ અંગે દુકાનદારે અંકલેશ્વર શહેર પોલીસ મથકે બન્ને ઠગ મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે આ બન્ને મહિલાઓ દિવા રોડ ઉપર શાકભાજીનું વેચાણ કરતી મહિલા સાથે છેતરપીંડી કરતા નજરે પડતા દુકાનદારે તેઓને પકડી પોલીસને હવાલે કરી હતી. હાલ તો પોલીસે આ બન્ને મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story