અંકલેશ્વર : સિંગલ ડોનર પ્લેટલેટ/પ્લાઝમા બ્લડ ડોનેશનની સુવિધાનો કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક દ્વારા પ્રારંભ કરાયો

સિંગલ ડોનર પ્લેટલેટ તથા સિંગલ ડોનર પ્લાઝમાની ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર આ સુવિધા શરૂ કરવામાં આવી છે,

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે સિંગલ ડોનર પ્લેટલેટ તેમજ પ્લાઝમા બ્લડ ડોનેશનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક સુવિધા માટે આશરે 29 લાખ રૂપિયાના ખર્ચે મશીન તથા જરૂરી સાધનોનું ડેક્કન ફાઈનકેમ કંપની દ્વારા અનુદાન કરવામાં આવ્યું હતું. સિંગલ ડોનર પ્લેટલેટ તથા સિંગલ ડોનર પ્લાઝમાની ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર આ સુવિધા શરૂ કરવામાં આવી છે,

ત્યારે હવે આ સુવિધા શરૂ થતાં ઘણા દર્દીઓને વડોદરા કે, સુરત જેવા મોટા શહેરોમાં ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે. ટ્રસ્ટના ચેરમેન ઈશ્વર સજ્જનના માર્ગદર્શન હેઠળ ડો. મહેશ મિસ્ત્રી, મનિષ શાહ તથા ડો. આશિષ મોદી દ્વારા સમગ્ર પ્રોજેક્ટને હાથમાં લેવાયો છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં સિંગલ ડોનર પ્લેટલેટના સૌપ્રથમ દાતા તરીકે અંકલેશ્વરના સાઈક્લિસટ નિલેશ ચૌહાણે તૈયારી બતાવી પ્રથમ પ્લેટલેટ દાતા બન્યા છે. નિલેશ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્લેટલેટ ડોનેશન દરમ્યાન કોઈપણ પ્રકારની તકલીફ થતી નથી. ઉપરાંત તેઓએ દરેક બ્લડ ડોનરે પ્લેટલેટ ડોનેશન કરવું જોઈએ તેવી અપીલ કરી હતી.

Latest Stories