Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ભાંગવાડ વિસ્તારમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા, મહિલા બુટલેગરની ધરપકડ

વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી જયારે બુટલેગર પુત્ર સહીત બેને વોન્ટેડ જાહેર કર્યા છે.

અંકલેશ્વર: ભાંગવાડ વિસ્તારમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા, મહિલા બુટલેગરની ધરપકડ
X

અંકલેશ્વર શહેરના પંચાટી ભાંગવાડ વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી જયારે બુટલેગર પુત્ર સહીત બેને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ જીલ્લામાં પ્રોહીબીશન પ્રવૃત્તિ અટકાવવા સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી..

કે અંકલેશ્વર શહેરના પંચાટી ભાંગવાડ વિસ્તારમાં રહેતો બુટલેગર હરેશ પરભુ વસાવા અને તેની માતા સુશીલાબેન વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૨૨ નંગ બોટલ કબજે કરી હતી પોલીસે ૧૨ હજારનો દારૂ મળી કુલ ૪૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુશીલાબેન વસાવાને ઝડપી પાડી હતી જયારે બુટલેગર પુત્ર અને વિદેશી દારૂ આપનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story