ભરૂચ: જંબુસરની સાત ઓરડી ફાટક નજીક બેન્ડનો ટેમ્પો પલટી જતા 1નું મોત, 15 લોકો ઇજાગ્રસ્ત

હાલમાં લગ્ન સીઝન ચાલી રહી છે. લગ્ન પ્રસંગમાં જાનૈયાઓને સંગીતના સુરે ઝુમાવી જંબુસરનું બેન્ડ પરત ફરી રહ્યું હતું

New Update

હાલમાં લગ્ન સીઝન ચાલી રહી છે. લગ્ન પ્રસંગમાં જાનૈયાઓને સંગીતના સુરે ઝુમાવી જંબુસરનું બેન્ડ પરત ફરી રહ્યું હતું ત્યારે સાત ઓરડી ફાટક નજીક બેન્ડનો ટેમ્પો બેકાબુ બન્યો હતો. વાહન ચાલકનો કાબુ ન રહેતા ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. ઘટનામાં ટેમ્પોમાં સવાર 15 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ ૧૦૮ એમ્યુલન્સને કરવામાં આવતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં ઇજાગ્રસ્તો પૈકી એકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ઘટનાની ચોપડે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા ઇજાગ્રસ્તના મૃતદેહને પોસ્ટ મોટર્મ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.