Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નર્મદા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવાનીઓ જાહેરાતના પગલે નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ

નર્મદા ડેમમાંથી પાણી છોડવાની જાહેરાતના પગલે ઝઘડીયાના નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા

ભરૂચ: નર્મદા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવાનીઓ જાહેરાતના પગલે નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ
X

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની જાહેરાતના પગલે ઝઘડીયાના નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા.સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતા આજરોજ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ૧૩૩.૬૭ મીટરે પહોંચી છે જેન કારણે આજે ૧૨ વાગ્યાથી સરદાર સરોવર ડેમમાંથી ૫૫ હજાર ક્યુસેકથી ૧.૪૫ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી છે..

જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ શકે છે નર્મદા નદીની જળસપાટીમાં વધારો થવાનું હોય જેના કારણે ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કાંઠે વસતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે માછીમારો નદીમાં પટમાં માછીમારી કરવા નહીં જવા માટે સુચના આપવામાં આવી છે તેમજ સ્થાળાંતર કરવા પાત્ર વ્યકતીઓ કે ઢોર ઢાંખરનુ સ્થાળાંતર કરવા ,કોઈ વ્યક્તિખે યાત્રીએ નદીમાં ના જાય તે માટે અગમચેતીના પગલા ભરવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે..

Next Story