Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરમાં 3 લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 15 તોલા સોનું અને રૂ. 3 લાખની ચલાવી લૂંટ

મળતી માહિતી અનુસાર, ભરૂચના જંબુસર નગરમાં બજારમાં એચ. રમેશચંદ્ર આંગડિયા પેઢી આવેલી છે. જેનો કર્મચારી વડોદરાથી જંબુસર બેગ લઈ આવ્યો હતો.

X

ભરૂચ તાલુકાના જંબુસર ટાઉનમાં ધોડે દહાડે બાઇક પર આવેલા 3 લૂંટારુઓએ ભરચક બજારમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલ 15 તોલા સોનું અને રૂ. 3 લાખ રોકડની લૂંટ ચલાવતા જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, ભરૂચના જંબુસર નગરમાં બજારમાં એચ. રમેશચંદ્ર આંગડિયા પેઢી આવેલી છે. જેનો કર્મચારી વડોદરાથી જંબુસર બેગ લઈ આવ્યો હતો. આંગડિયા પેઢીની ગલીમાં બજારમાં કર્મચારી રાકેશ પ્રજાપતિ પ્રવેશતા જ તેની પાછળ કાળા રંગનું પલ્સર બાઇક લઈ 3 બુકાનીધારીઓ આવ્યા હતા. 2 બુકાનીધારીઓએ ચપ્પુની અણીએ કર્મચારી પાસે રહેલ 15 તોલા સોનું અને રૂ. 3 લાખ રોકડા રહેલ બેગ ઝૂંટવી લીધી હતી. એક મહિલા અને આંગડિયા કર્મીએ આ લૂંટારુંઓને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. પણ તેઓ બાઇક પર ભાગી છૂટ્યા હતા. અંદાજે રૂ. 11 લાખ ઉપરાંતની આંગડિયા લૂંટની જાણ થતાં જ જંબુસર પોલીસ સ્થળ પર દોડી આવ્યું હતું. આ સાથે જ જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ થઈ તુરંત નાકાબંધી અને સર્ચ હાથ ધર્યું હતું. જોકે, લૂંટારુંઓ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ દરમિયાન નબીપુર નજીકથી એક લૂંટારુંને પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે, આ અંગે જિલ્લા પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજ્યા બાદ તેની સત્તાવાર હકીકતો બહાર આવશે.

Next Story