Connect Gujarat
ભરૂચ

ભરૂચ: 60 વર્ષીય વ્યક્તિએ સ્વતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા તંત્ર થયું દોડતું,વાંચો શું છે મામલો

દબાણ દૂર કરવા મામલે તંત્ર રસ ન લેતું હોવાના આક્ષેપ સાથે 60 વર્ષીય વ્યક્તિએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

ભરૂચ: 60 વર્ષીય વ્યક્તિએ સ્વતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા તંત્ર થયું દોડતું,વાંચો શું છે મામલો
X

ભરૂચના શ્રવણ ત્રણ રસ્તા નજીક દબાણ દૂર કરવા મામલે તંત્ર રસ ન લેતું હોવાના આક્ષેપ સાથે 60 વર્ષીય વ્યક્તિએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ન્યાય ન મળે તો 15 ઓગસ્ટ સરકારી કાર્યક્રમ દરમ્યાન તેણે આમવિલોપન કરી નાખવાની ચીમકી આપી છે.60 વર્ષીય અશોકભાઇ વસંતલાલ મહેતાએ સરકારના અલગ - અલગ વિભાગોમાં અરજી કરતા જણાવ્યું છે કે તંત્રને શ્રવણ ત્રણ રસ્તા નજીક ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણ દુર કરવા માટે તેણે વારંવાર અરજીઓ કરી છે.દબાણ દૂર કરવા માટે સરકારી કચેરીઓમા રજુઆત કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી એડીશનલ ચીફ ટાઉન પ્લાનર સાહેબનાઓને મુલાકાત માટેનો સમય માંગ્યો હતો પરંતુ તેઓ તરફથી પણ સમય આપવામાં ન આવતા કંટાળી અશોક મહેતાએ તા .૧૫ / ૦૮ / ૨૦૨૨ પહેલા દબાણ દુર કરવા કે આ બાબતે કાયદેસરની કોઇ કાર્યવાહી કરવામા નહી આવે તો સ્વતંત્ર પર્વના સરકારી કાર્યક્રમ વચ્ચે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.

Next Story