ભરૂચ : જંબુસર નગરપાલિકાની સામાન્ય સભા મળી, વિકાસના કામોને સર્વાનુમતે મંજૂરી...

ભરૂચ જિલ્લાના જંબુસર નગર પાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં આજરોજ મળી હોવાના તથા આ સભામાં જંબુસર નગરમાં નવી ગટરલાઇનો તથા વરસાદી પાકા કાંસો બનાવવાના કામો સહિત અન્ય વિકાસના કામો સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યા હતા.

New Update

જંબુસર નગરપાલિકાની સામાન્ય જનરલ સભા પાલીકા પ્રમુખ ભાવના રામીની અધ્યક્ષતામાં પાલિકા સભાખંડમાં યોજાઈ હતી. જેમાં ૨૮ સદસ્યો પૈકી સત્તા પક્ષના ૧૭ અને વિપક્ષના ૪ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભાના પ્રારંભે તાજેતરમાં મરણ પામેલ પાલિકા સદસ્ય નામદેવશેરેને બે મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી હતી. ત્યારબાદ સભાની કાર્યવાહી હાથ ધરાતા સામાન્ય સભામાં રજૂ થયેલ વાર્ષિક હિસાબો ત્રિમાસિક હિસાબો મંજુર કરી આગળના કામો હાથ ધર્યા હતા. જેમાં જંબુસર નગરમાં આવેલ જુના વરસાદી કાંસ તથા નવા બનાવવામાં આવનાર વરસાદી કાંસ પાકા બનાવવાનું તથા સમગ્ર જંબુસર નગરમાં સોસાયટી સહિતના વિસ્તારોમાં નવી ગટરલાઈન નાખવાનુ કામ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ હતુ. સામાન્ય સભામાં વિરોધપક્ષે દુરબીન લઇને જંબુસરનો વિકાસ શોધવાનો પ્રયત્ન કરી ગામમાં કોઈપણ જાતનો વિકાસ થયો ન હોવાનો આક્ષેપ કર્યો હતો. સભાના અંતે વિપક્ષની રજૂઆતને પગલે સામાન્ય સભામાં તાજેતરમાં બરવાળા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાના કારણે મરણ પામેલ મૃતકોને શ્રધ્ધાંજલી અર્પવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.