Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયા GIDCમાં આવેલ ખાનગી કંપનીમાંથી દીપડો પાંજરે પુરાયો,જુઓ વિડીયો

ભરૂચની ઝઘડીયા ઓદ્યોગીક વસાહતમાં આવેલ ખાનગી કંપનીમાંથી દીપડો પાંજરે પુરાયો હતો જેને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા

X
  • ભરૂચની ઝઘડીયા જીઆઈડીસીનો બનાવ
  • ખાનગી કંપનીમાંથી દીપડો પાંજરે પુરાયો
  • વન વિભાગ દ્વારા દીપડાનો કબ્જો મેળવાયો

ભરૂચની ઝઘડીયા ઓદ્યોગીક વસાહતમાં આવેલ ખાનગી કંપનીમાંથી દીપડો પાંજરે પુરાયો હતો જેને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા

ઝઘડિયા જીઆઇડીસી સ્થિત પરીખ એન્ટરપ્રાઇઝ લિમિટેડ કંપનીમાં થોડા સમય પહેલા કંપનીની પ્રિમાઈસીઝમાં દીપડાએ દેખા દીધા હતા અસા અંગેની જાણ કંપનીના સત્તાધીશો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. જેના પગલે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું ત્યારે સવારના સમયે દીપડો પાંજરામાં પુરાયો હતો આ અંગે વન વિભાગને વાકેફ કરાતા અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને પાંજરામાં પુરાયેલ દીપડાને સહી સલામત રીતે ઝઘડિયા વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Next Story