Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સિધ્ધિવિનાયક પાર્ક સોસાયટીના રહીશીએ ગેરકાયદેસર બાંધકામ બાબતે કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર

હાઈરાઈઝ વાણીજ્ય હેતુ માટેનું મોટું બિલ્ડીંગ કાયદાનો ભંગ કરી બનાવી રહ્યા હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશોએ આવેદનપત્ર આપ્યું

X

ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયુ

સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટરને કરવામાં આવી રજૂઆત

ગેરકાયદેસર બાંધકામ બાબતે રજૂઆત કરવામાં આવી

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા સિધ્ધિવિનાયક પાર્ક સોસાયટીના રહીશીએ અન્ય બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાતું હોવાના આક્ષેપો સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું ભરૂચની સિધ્ધિ વિનાયક પાર્ક સોસાયટીના રહીશોએ શુક્રવારના રોજ જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,સિદ્ધિ વિનાયક પાર્કમાં સોસાયટીના પ્લોટ નંબર 9 અને 10ના તત્કાલીન માલિક અને કબજેદાર દ્વારા સને-2022 માં ઉપરોક્ત પ્લોટો સેજલ શાહ વિગેરે પી.પી. એન્ડ સન્સના ભાગીદાર તરીકે સંયુક્તમાં કરેલો જે બિલ્ડરના બંને પ્લોટ ના દસ્તાવેજો જોતા પ્લોટનં. ૯નું કુલ ક્ષેત્રફળ 192.45 યો.મી, અને જેનું બાંધકામ 92.93 ચો.મી. અને પ્લોટનં.10નું કુલ ક્ષેત્રફળ 188 યો.મી, અને જેમાં બાંધકામ 92.93 ચો.મી. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા ફસ્ટ ફ્લોરનું વેચાણ તથા ખરીદી જણાય છે.

હાલમાં સેજલ શાહ વિગેરે દ્વારા નીતિ-નિયમોનો ભંગ કરી ખોટી રીતે વાણીજ્ય બાંધકામ સ્થળ ઉપર શરુ કરવામાં આવેલુ છે.જેમાં રહેણાંક મકાન અને તે પણ ગ્રાઉન્ડ ફ્લોરથી પ્રથમ માળ સુધીના જ બાંધકામ અત્રે કરી શકાય છે.આ વિસ્તારમાંથી ONGC ની ક્રૂડ ઓઇલ અને ગેસ લાઈનની એન.ઓ.સી લીધા વિના સ્થળ ઉપર હાઈરાઈઝ વાણીજ્ય હેતુ માટેનું મોટું બિલ્ડીંગ કાયદાનો ભંગ કરી બનાવી રહ્યા હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશોએ આવેદનપત્ર આપ્યું હતું.

Next Story