Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરના એક ગામમાં અનુસૂચિત જાતિની મહિલા સાથે પરિણીત યુવકે આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી નરાધમની ધરપકડ...

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથકમાં પીડીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે

ભરૂચ : જંબુસરના એક ગામમાં અનુસૂચિત જાતિની મહિલા સાથે પરિણીત યુવકે આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી નરાધમની ધરપકડ...
X

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં ગામના જ પરિણીત યુવકે ગામની જ અનુસૂચિત જાતિની મહિલા ઉપર દાનત બગાડી વારંવાર તેણીની ઉપર દુષ્કર્મ ગુજારતા અને સંબંધ નહીં રાખવાનું કહેતા નરાધમે જાનથી મારી નાખવાની ધમકી આપતા પિડીતાએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથકમાં પીડીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગામમાં રહેતા 30 વર્ષીય યુવાન કે, જે પરિણીત હોવા છતાં ગામની અનુસૂચિત જાતિની મહિલા સાથે સંબંધ રાખી તેણી ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો. અનુસૂચિત જાતિની મહિલાએ સંબંધ રાખવાની ના પાડતા તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે ગભરાયેલી મહિલાએ દુષ્કર્મ આચરનાર 30 વર્ષીય યુવાન સામે દુષ્કર્મ અને જાનથી મારી નાખવા સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી નરાધમની ધરપકડ કરી તેના વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે.

Next Story