Connect Gujarat
ભરૂચ

ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા વાગરા-નેત્રંગના ગામોમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લાના અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા પ્રોજેક્ટ અન્નપૂર્ણ અંતર્ગત 5 ગામોના 100થી વધુ ખેડૂતો સાથે કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા વાગરા-નેત્રંગના ગામોમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરાય
X

ભરૂચ જિલ્લાના અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા પ્રોજેક્ટ અન્નપૂર્ણ અંતર્ગત 5 ગામોના 100થી વધુ ખેડૂતો સાથે કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રોજેક્ટના નોલેજ પાર્ટનર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડના સહયોગથી આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના 5 ગામ અને નેત્રંગ તલુકાના ક્વાચિયા ગામના ખેડૂત ભાઇઓ અને બહેનોએ રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કિશાન દિવસ નિમિતે નેત્રંગ તલુકાના કવાચિયા ગામમા ખેડુત મંડળના પ્રમુખ પ્રતાપ વસાવાના ઘરે કિચન ગાર્ડન તૈયાર કરીને 29 જેટલા ખેડૂતોને સમજણ આપવામાં આવી હતી. જેમાં વર્મીકમ્પોસ્ટ બનાવવા અને ઉપયોગિતા વિશે વાત કરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. દિવસે પી.એમ. કિશાન નિધિ યોજના ખેડુતોના કે.વાય.સી (KYC) અપડેટ પણ સમજણ આપવામાં આવી હતી. અદાણી ફાઉન્ડેશન-દહેજ અને કેવિકેના ઉપસ્થિત મહાનુભાવોને આવકારી ખેડૂતોને કાર્યક્ર્મનું મહત્વ સમજાવી દેશના વિકાસના કાર્યોમાં ખેડૂતોના યોગદાનને બિરદાવ્યુ હતું. પ્રોજેક્ટ અન્નપૂર્ણની અંતર્ગત કુલ 5 ગામોને આવરી લીધા છે. જેમ કે, કોલીયાદ, કલાદરા, વેંગણી, રહિયાદ અને અટાલીના ખેડૂતોને અન્ય લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળતા તેમના મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહાદેવ મહિલા સખી મંડળ, લુવારાને તેમની વર્મી કમ્પોસ્ટ બનાવવાની સફર બિન ખેતીવાડી ગામમાં શેર કરવા માટે મંચ પૂરો પાડવામાં આવ્યો હતો. તેઓએ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું અને આ પ્રોજેક્ટ અનાપૂર્ણ લાભાર્થીઓને વર્મી કમ્પોસ્ટના પ્રતિ કિલોએ રૂપિયા 5 આપવાની જાહેરાત કરી હતી. ખેડૂત તેજદીપસિંહ વાઘેલાએ એસ.એચ.જી.ને 25 ટન વર્મી કમ્પોસ્ટનો ઓર્ડર આપ્યો છે. તેવામાં વેંગણી ગામના ખેડૂત ચંદુ ગોહિલે તેમનો અનુભવ શેર કર્યો કે, કેવી રીતે તેમણે અદાણી ફાઉન્ડેશનના સમર્થન દ્વારા 15 ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન મેળવ્યું છે. જે અગાઉ 6 ક્વિન્ટલ હતું. ભૂપેન્દ્રસિંહ સિંધા જે વર્મી કમ્પોસ્ટ પ્રેક્ટિસ પર શિક્ષિત થયા પછી પોતે વર્મી કમ્પોસ્ટ બનાવવાની પ્રેક્ટિસ કરે છે. તેમણે પોતે ઉમેર્યું હતું કે, તે માત્ર અદાણી ફાઉન્ડેશનના સપોર્ટ દ્વારા જ શક્ય બન્યુ છે. લલિત પાટીલ, કેવીકેના વૈજ્ઞાનિકે પાક અંગેની ટેકનિકલ માહિતી આપી હતી. ખેડૂતોએ તેમના પ્રતિભાવમાં હાઇડ્રોજેલ અને નેનો યુરિયાના ઉપયોગ અંગેના તેમના અનુભવો શેર કર્યા. કાર્યક્રમ બાદ તેમણે એએફ ટીમ સાથે ઘઉં, લીલા ચણા, તુવેરના ડેમો પ્લોટની મુલાકાત લીધી હતી.

Next Story