Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના વાંદરવેલી ગામેથી 50 હજાર રૂા.ના દારૂ સાથે બુટલેગર ઝડપાયો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વાંદરવેલી ગામેથી લોકલ ક્રાઇમ બ્રાંચે 50 હજાર રુપિયાની કિમંતના વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડયો છે

ભરૂચ : ઝઘડીયાના વાંદરવેલી ગામેથી 50 હજાર રૂા.ના દારૂ સાથે બુટલેગર ઝડપાયો
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વાંદરવેલી ગામેથી લોકલ ક્રાઇમ બ્રાંચે 50 હજાર રુપિયાની કિમંતના વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડયો છે.

ભરૂચ જિલ્લા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન તથા એલસીબી પીઆઇ જે.એન.ઝાલાની સુચનાથી એલસીબીની ટીમ દારૂ તથા જુગારની બદી રોકવા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી.ઝઘડીયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી ટીમને બાતમી મળી હતી કે વાંદરવેલી ગામે વિદેશી દારુનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. પીએસઆઇ પી.એસ.બરંડા તથા તેમની ટીમે વાંદરવેલી ગામે દરોડો પાડી શશીકાંત વસાવાને વિદેશી દારૂની 238 નંગ બોટલ સાથે ઝડપી પાડયો હતો. તેની પાસેથી 50 હજાર રૂપિયાની કિમંતનો દારૂ તથા 3 લાખ રૂપિયાની કાર મળી કુલ 3.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ ગુના સંદર્ભમાં એલસીબીએ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. વિદેશી દારુનો જથ્થો કારમાંથી મળી આવ્યો હોવાનું પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે.

Next Story