ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ઝઘડીયાના પાણેથા ગામેથી રૂ.82 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

વિદેશી દારૂની કુલ ૭૪૩ નંગ બોટલ મળી હતી કુલ રૂપિયા ૮૨, ૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે બુટલેગર અજય વસાવાને વોન્ટેડ જાહેર

New Update

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પાણેથાનો બુટલેગરે વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી પાણેથા સરદાર આવાસમાં સંતાડેલો છે જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝઘડીયા તાલુકાના પાણેથા ગામે સરદાર આવાસમાં છાપો મારતાં રૂમમાં સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૭૪૩ નંગ બોટલ મળી હતી કુલ રૂપિયા ૮૨, ૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે બુટલેગર અજય વસાવાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Latest Stories