Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સાયકલિસ્ટ શ્વેતા વ્યાસને ઈન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ 2022 એવોર્ડ એનાયત કરાયો

શ્વેતા વ્યાસ છેલ્લા ૩ વર્ષથી દરરોજ ૩૦-૪૦ કિ.મી.સાયકલિંગ કરે છે, લોકો ફિટનેસ માટે જાગૃત બને એ માટે અવારનવાર પ્રયત્ન કરતા રહે છે.

ભરૂચ: સાયકલિસ્ટ શ્વેતા વ્યાસને ઈન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ 2022 એવોર્ડ એનાયત કરાયો
X

ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસને હેલ્થ-ફિટનેસ એન્ડ સાયકલિંગ માટે આગળ પડતા યોગદાનથી ઇન્ડિયા સ્ટાર એવોર્ડ તરફથી ઈન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ 2022 એવોર્ડ આપવામા આવ્યો છે. આ એવોર્ડ ભરૂચના ASP વિકાસ સુંડાના હસ્તે આપવામાં આવ્યો હતો.શ્વેતા વ્યાસ છેલ્લા ૩ વર્ષથી દરરોજ ૩૦-૪૦ કિ.મી.સાયકલિંગ કરે છે અને ભરૂચ તથા અંકેશ્વરના લોકો ફિટનેસ માટે જાગૃત બને એ માટે અવારનવાર પ્રયત્ન કરતા રહે છે.શ્વેતા વ્યાસે નિયમિત સાયકલિંગ કરીને પોતાનું ૩૦ કિલો વજન ઘટાડયુ છે.આ ઊપરાંત તેઓ ભરૂચ જિલ્લામાંથી 200 Km BRMમાં ભાગ લેનારા પ્રથમ મહિલા હતા.



Next Story