Connect Gujarat
ભરૂચ

ભરૂચ:ડો.મહેન્દ્ર પાલને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ પુરસ્કાર એનાયત કરાયો,વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપ્યું છે યોગદાન

પદ્મ પુરસ્કારો એનાયત કરવાની યાદીમાં 7 ગુજરાતીઓના નામ પણ સામેલ છે. પદ્મશ્રી એવોર્ડમાં ભરૂચના ડો. મહેન્દ્ર પાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો

X

74મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 106 વ્યક્તિઓ માટે પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ગતરોજ ભરૂચના ડો.મહેન્દ્ર પાલને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો પદ્મ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક કાર્યોમાં એનાયત કરવામાં આવે છે. જે સામાન્ય રીતે દર વર્ષે માર્ચ-એપ્રિલની આસપાસ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે. વર્ષ 2023 માટે, રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે. જેમાં 6 પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી પુરસ્કારો દેશના અલગ અલગ શ્રેષ્ઠીઓને એનાયત કરવામાં આવ્યા હતા.

આ પદ્મ પુરસ્કારો એનાયત કરવાની યાદીમાં 7 ગુજરાતીઓના નામ પણ સામેલ છે. પદ્મશ્રી એવોર્ડમાં ભરૂચના ડો. મહેન્દ્ર પાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો તેઓ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયમાં નિપુણતા અને કુશળતા ધરાવે છે. એટલું જ નહીં, ડો. મહેન્દ્ર પાલ દેશ-વિદેશની વિવિધ કોલેજોમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. આ સાથે જ તેઓના માર્ગદર્શન હેઠળ ઘણા વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવી ઉચ્ચસ્તરે ખ્યાતિ મેળવી છે.

ડો. મહેન્દ્ર પાલે વિવિધ વિષયોને આવરી લઈ ઘણા પુસ્તકો પણ લખ્યા છે. જેને ધ્યાનમાં રાખી ડો. મહેન્દ્ર પાલની પદ્મશ્રી એવોર્ડ માટે વિશેષ પસંદગી કરવામાં આવી આવી હતી ત્યારે ગતરોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.ભરૂચના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડૉ. સુકેતુ દવેના સસરા એવા ડૉ. મહેન્દ્ર પાલે ભરૂચને ઉચ્ચસ્તરે ગૌરવ પ્રદાન કરાવ્યુ છે.

Next Story