Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દયાદરા-નબીપુર માર્ગ પર ચક્કાજામની સ્થિતિ વચ્ચે વાહનચાલકો પરેશાન...

જિલ્લાના દયાદરા-નબીપુર માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે અનેક વાહનચાલકો સહિત સામાન્ય પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

ભરૂચ : દયાદરા-નબીપુર માર્ગ પર ચક્કાજામની સ્થિતિ વચ્ચે વાહનચાલકો પરેશાન...
X

ભરૂચ જિલ્લાના દયાદરા-નબીપુર માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે અનેક વાહનચાલકો સહિત સામાન્ય પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના વિવિધ માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. પહેલા તો નેશનલ હાઇવે પર દરરોજ ચક્કાજામ સર્જાતુ હતું, તેમાંથી માંડ છુટકારો મળ્યો હતો. ત્યાંજ નંદેલાવ બ્રિજનો કેટલોક ભાગ ધરાશાયી થતા ટ્રાફિક સમસ્યામાં વધારો થવા પામ્યો હતો. બ્રિજનો એક ભાગ ધ્વસ્ત થતા એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. જેને પગલે ભરૂચને જોડતા માર્ગો પર વારંવાર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જેની સીધી અસર નબીપુર-દયાદરા માર્ગ પર થવા પામી છે, જ્યાં ચક્કાજામની સ્થિતિ વચ્ચે વાહનચાલકો સહિત સામાન્ય પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આવુ કયાં સુધી ચાલશે તેનો જવાબ તો વહીવટી તંત્ર જ આપી શકે તેમ છે. બાકી આવા ટ્રાફિક જામના દ્રશ્યો છાશવારે જોતી પ્રજાને હવે નવાઈ જેવું લાગતુ નથી. પ્રસ્તુત તસ્વીરમાં સવારના સુમારે નબીપુર-દયાદરા માર્ગ પર વાહનોની લાગેલી લાંબી કતારો જોઈ શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવસે દિવસે વાહનોનું ભારણ વધી રહ્યુ છે, ત્યારે તંત્ર ટ્રાફિક સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવે તેવી માંગ વાહન ચાલકોમાં ઉઠવા પામી છે.

Next Story
Share it