ભરૂચ: વાલિયાના બાંડાબેડા ગામે કાર સ્કૂલ પાસે મુકવાના પિતા પુત્ર પર ચપ્પુથી હુમલો, પિતાનું મોત

પિતા-પુત્ર ઉપર ચપ્પુ વડે કરેલા હુમલામાં 7 દિવસની સારવાર બાદ સુરતમાં પિતાનું મોત થયું

New Update

વાલિયા તાલુકાના બાંડાબેડા ગામે ઇકો ગાડી સ્કૂલ પાસે મુકવા મુદ્દે 3 હુમલાખોરોએ પિતા-પુત્ર ઉપર ચપ્પુ વડે કરેલા હુમલામાં 7 દિવસની સારવાર બાદ સુરતમાં પિતાનું મોત થયું હતું. વાલિયા પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તેઓને જેલ ભેગા કરવા કવાયત હાથ ધરી છે.

Advertisment

વાલિયા બાંડાબેડા ગામે નિશાળ ફળિયામાં રહેતા 29 વર્ષીય કલ્પેશ ભારમલભાઇ વસાવા ડ્રાઇવિંગ કરે છે. ફળિયામાં જ રહેતા અનિલ કાલીદાસ વસાવા, રાજેશ ઉર્ફે બાબર રામસિંગભાઇ વસાવા અને નીતિન રમણભાઇ વસાવા ગત 3 નવેમ્બરે કલ્પેશના ઘરે ગયા હતા. જ્યાં તે ગઈકાલે તારા શેઠની ઇકો ગાડી સ્કૂલ પાસે કેમ મૂકી હતી કહી ઝઘડો કર્યો હતો.યુવાને ત્રણેયને અપશબ્દો બોલવાનું ના કહેતા મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. જેમાં ચપ્પુના બે ઘા ઉપરાછાપરી ઝીંકી દીધા હતા. જેમાં પુત્રને છોડાવવા પિતા ભારમલ વસાવા વચ્ચે પડતા ત્રણેય આરોપીએ તેમના ઉપર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ ભારમલ વસાવાને સુરત ખાતે દાખલ કરાયા હતા. જ્યાં તેમનું 7 દિવસની સારવાર બાદ મોત થતા વાલિયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણેય આરોપીને ઝડપી પાડવા તજવીજ આરંભી છે.

Advertisment
Latest Stories