New Update
/connect-gujarat/media/post_banners/157e19c9becb9ca671b7d5df4afb3a4c71eb69b8dd48f3bc73d5d349183cca20.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર સહિત વિવિધ તાલુકાઓમાં ખાતરની તંગી જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ભરૂચના જંબુસર ટંકારી ભાગોળ ખાતે આવેલ યુરીયા ખાતરના ગોડાઉન ઉપર જંબુસર તાલુકાના અંદાજિત 2000 જેટલા ખેડૂતો યુરીયા ખાતર લેવા માટે આવી પહોંચ્યા હતા પરંતુ અહીં 1500 જેટલી ગુણ ફાળવવામાં આવતા વિતરણ કરતા કર્મચારીઓ પણ મૂંઝવણમાં પડ્યા હતા.તાલુકાના ખેડૂતો પોતાનો પાક નિષ્ફળ ન જાય તેના કારણે રાત્રિના એક વાગ્યાથી લાંબી લાઈનોમાં ઊભા રહી પોતાને ખાતરનો જથ્થો મળે તેની રાહ જોઈ રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે
Latest Stories