Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હેપ્પી બર્થ ડે ગોલ્ડનબ્રિજ ! આજે ઐતિહાસિક ગોલ્ડનબ્રિજનો સ્થાપના દિવસ

ગોલ્ડન બ્રિજ નિર્માણનું એક અજોડ ઉદાહરણ છે. તેનું બાંધકામ 1881માં બ્રિટિશરો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું, અંગ્રેજોએ બ્રિજ બનાવવાનું કામ 1877માં શરૂ કર્યું હતું.

ભરૂચ: હેપ્પી બર્થ ડે ગોલ્ડનબ્રિજ ! આજે ઐતિહાસિક ગોલ્ડનબ્રિજનો સ્થાપના દિવસ
X

ગોલ્ડન બ્રિજ દેશનો સૌથી જૂનો અને કાર્યરત બ્રિજ હોવાનું માનવામાં આવે છે. સૈકાની સફર ખેડી ચુકેલો આ બ્રિજ ઐતિહાસિક ઇજનેરી જ્ઞાન, ટેક્નોલોજી અને કુશળતાના ત્રિવેણી સંગમ સમાન માનવામાં આવે છે

ગોલ્ડન બ્રિજ નિર્માણનું એક અજોડ ઉદાહરણ છે. તેનું બાંધકામ 1881માં બ્રિટિશરો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું, અંગ્રેજોએ બ્રિજ બનાવવાનું કામ 1877માં શરૂ કર્યું હતું. આ પુલ 16 મે, 1881ના રોજ 45.65 લાખ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો હતો આ પૂલને બનાવવા અને જાળવવા માટે થયેલા ભારે ખર્ચને કારણે તેને ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખવામાં આવ્યો. આઝાદી પછી, તે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ભાગ હતો. સૈકા ઉપરાંતથી અડીખમ ઉભો છે.બ્રિટિશ શાસન વખતે બાંધવામાં આવેલા રેલવે બ્રિજને બાદમાં રોડ બ્રિજમાં ફેરવી દેવામાં આવ્યો હતો. એશિયાની સૌપ્રથમ ટ્રેન 1853ના એપ્રિલમાં મુંબઈમાં શરૂ થઈ ગઈ હતી. બ્રિટિશરો રેલવે નેટવર્કનો વિસ્તાર કરવા માગતા હતા પરંતુ નર્મદા નદીને પાર કરવામાં બાધા નડતી હતી. તેથી બ્રિટિશ શાસકોએ એ વખતના બોમ્બે પ્રાંતના વહીવટીય વડામથક બોમ્બે (મુંબઈ)ને ગુજરાત અને તેનાથી આગળના વિસ્તારો સાથે જોડતો એક રેલવે બ્રિજ નર્મદા નદી પર બાંધવાનું નક્કી કર્યું હતું. એ બ્રિજ બંધાવાથી વેપાર-ઉદ્યોગની પ્રવૃત્તિઓને મોટો વેગ મળે એમ હતું.આ બ્રિજનું નામ ‘નર્મદા બ્રિજ’ રાખવામાં આવ્યું હતું પરંતુ તે જ યુગમાં એ ‘ગોલ્ડન બ્રિજ’ તરીકે જાણીતો થયો હતો. બ્રિજ પાછળ તે સમયે 45.65 લાખનો ખર્ચ થયો હતો. આ પૂલ પાછળના અધધ ખર્ચના કારણે તેનું નામ ગોલ્ડન બ્રિજ રાખવામાં આવ્યું હતું. લોકો એવું બોલતાં કે ‘ઓહો કેટલો બધો ખર્ચો કર્યો!! આટલા ખર્ચામાં તો સોનાનો પૂલ બંધાઈ જાય.’અને તેનું નામ સોનાનો પૂલ એટલેકે ગોલ્ડન બ્રિજ પડી ગયું હતું.જાણીતા બ્રિટિશ આર્કિટેક્ટ સર જોન હોકશૉએ નિર્માણની જવાબદારી લીધી હતી. એમણે 1861માં નર્મદા બ્રિજ બાંધવાની શરૂઆત કરી હતી, પરંતુ 1863, 1868, 1871, 1872, 1873, 1876માં નર્મદામાં આવેલા ભયાનક પૂરને કારણે બ્રિજના મોટા અને નાના ભાગો તૂટી પડ્યા હતા. એને કારણે અનેક કામદારો પણ માર્યા ગયા હતા.1877માં એ જ સ્થળે નવેસરથી અને લોખંડનો મજબૂત પૂલ બાંધવાનું શરૂ કર્યું હતું. આખરે 1881ના મે મહિનામાં એ પૂલ આકાર પામ્યોહતો. 1.41 કિલોમીટર લાંબો પૂલ લોખંડનો હતો.આજે ગોલ્ડન બ્રિજની બાજુમાં નર્મદા મૈયા બ્રિજ આકાર પામતા હવે ગોલ્ડબ્રિજ નિવૃત્ત થયો છે જોકે બહુવય ઇતિહાસ અને કારીગરીના અજોડ ઉદાહરણરૂપ આ બ્રિજનો વૈભવ સહેજપણ ઓછો થયો નથી

એક સમયે ૨૪ કલાક ધમધમતો ગોલ્ડન બ્રિજ આજે મોટાભાગના સમયમાં સુમસામ ભાસે છે. જેમ એક વૃદ્ધ ઉંમર સાથે ઘરમાં મહત્વ ગુમાવે છે તેમ આ બ્રિજ હવે ખૂણામાં ઉભો માટે તેના ભવ્ય ઇતિહાસની યાદ તાજી કરાવે છે. આજે વર્લ્ડ હેરિટેજ દે ના દિવસે પણ ભરૂચવાસીઓ આ બ્રિજની યાદ કરવાનું વિસરી ગયા હોય તેમ લાગી રહ્યું છે

Next Story