Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર એસટી. ડેપોથી ટંકારી ભાગોળનો માર્ગ બન્યો અત્યંત બિસ્માર, સમારકામ હાથ ધરવા યુથ કોંગ્રેસની રજૂઆત

જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હોવાથી જંબુસર તાલુકા સહીતના વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

X

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હોવાથી જંબુસર તાલુકા સહીતના વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં આવી ગયો છે, ત્યારે જંબુસર તાલુકા સહીતના વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. રૂ. 1 કરોડ 30 લાખના ખર્ચે બનેલ કાવી-રિંગરોડ પર મોટા મોટા ખાડા પડતાં ધૂળની ડમરીઓ ઉડવાના કારણે માર્ગ ધૂળ્યો બન્યો છે. જંબુસર ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો રોડ છેલ્લા ઘણા સમયથી ખુબ બિસ્માર હાલતમાં આવી ગયો છે. રોડ પર પડેલા મોટા મોટા ખાડાના કારણે ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના પગલે અહીથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વારંવારની લોક રજૂઆતો છતાં તંત્ર નિંદ્રામાં હોય તેમ હજુ સુધી રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી, ત્યારે જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વહેલી તકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story