Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કે.એલ.જે. ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઝઘડીયા સેવારૂરલને રૂ. 75 લાખનું અનુદાન અર્પણ કરાયું...

કે.એલ.જૈનના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે લોક સેવાના કાર્ય માટે રૂપિયા 75 લાખ અનુદાનરૂપે અર્પણ કરવામાં આવ્યા છે.

ભરૂચ : કે.એલ.જે. ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઝઘડીયા સેવારૂરલને રૂ. 75 લાખનું અનુદાન અર્પણ કરાયું...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા સેવારૂરલ હોસ્પિટલ ખાતે તા. 2 જાન્યુઆરીના રોજ કે.એલ.જૈનના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે લોક સેવાના કાર્ય માટે રૂપિયા 75 લાખ અનુદાનરૂપે અર્પણ કરવામાં આવ્યા છે.

ઝઘડીયા GIDCમાં આવેલ કે.એલ.જે. ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝના માલિક કે.એલ.જૈનના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઝઘડીયા સેવા રૂરલ ટ્રસ્ટ સંચાલિત કસ્તુરબા હોસ્પીટલ ખાતે મેગા ઓપરેશન થિયેટર બનાવવા તેમજ 1200 મોતિયાના ઓપરેશન માટે રૂપિયા 75 લાખનું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. પોતાના જન્મદિવસ નિમિત્તે કે.એલ.જે. ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝના માલિક કે.એલ.જૈન દિલ્હીથી ઝઘડીયા સેવા રૂરલ ખાતે પધાર્યા હતા. તેઓએ પોતાના હસ્તે સેવા રૂરલ ટ્રસ્ટને રૂપિયા 75 લાખનો ચેક અર્પણ કર્યો હતો. ઉપરાંત નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ ઝઘડીયાના ફુલવાડી ગામની પ્રાથમિક શાળામાં નવા વર્ગખંડો બનાવવા માટે ભૂમિપૂજન, કે.એલ.જે. કંપનીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ વિશેષ આયોજન કરવા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેવા રૂરલ ખાતે જૈન પરીવારના સભ્યો, ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, કે.એલ.જે. કંપનીના યુનિટ હેડ રાજેશ નહાટા તેમજ સેવા રૂરલના ટ્રસ્ટી બંકિમભાઈ, JIAના પ્રમુખ અશોક પંજવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story