Connect Gujarat
ભરૂચ

ભરૂચ:ઝાડેશ્વરની સત્યમ ટાઉનશિપમાં પેવરબ્લોકના માર્ગની કામગીરીનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરાયુ.

ઝાડેશ્વર ખાતે આવેલ સત્યમ ટાઉનશિપ રોડ ખાતે પાસ થયેલ નોનપ્લાન પેવરબ્લોકના રોડનું ખાતમુહુર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

X

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ સત્યમ ટાઉનશિપ રોડ ખાતે પાસ થયેલ નોનપ્લાન પેવરબ્લોકના રોડનું ખાતમુહુર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભરૂચ ઝાડેશ્વરની સત્યમ ટાઉનશિપની બાજુમાં આવેલ અંતરિક્ષ ફ્લેટ પાસે પેવરબ્લોક રોડનો ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે મુખ્મંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ.50 લાખના ખર્ચે બનનાર પેવરબ્લોક રોડનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આ વિસ્તારના લોકોની રોડની સમસ્યાનું હવે નિવારણ થશે તેમ કહેવા સાથે અહીંના રહીશો દ્વારા કરાયેલ સ્ટ્રીટ લાઈટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની રજૂઆતને ધ્યાને લઈ તે માટેની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય કૌશિક પટેલ, પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન નરેશ પટેલ, ભરૃચ પાલિકા સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક અગ્રણીઓ અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story