ભરૂચ : આફ્રિકામાં અંડર -19 વેસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નબીપુરના બે ખેલાડીઓની પસંદગી

New Update

ભરૂચ જિલ્લાના નબીપુર ગામના બે યુવાનોની સાઉથ આફ્રિકા ખાતે રમાતી નોર્થ વેસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ (NPL)માં પસંદગી થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે.

ભરૂચ જિલ્લાના નબીપુર ગામના બે યુવાનો રૈહાન મહમદ કડુજી અને રેહાન દિલાવર નૂનીયા દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરે છે. તેઓ હાલ આફ્રિકાના કલાસદ્રોપ ટાઉનમાં રહે છે. બંને યુવાનોએ અભ્યાસની સાથે ક્રિકેટમાં પણ રસ દાખવ્યો છે. તેઓ ક્રિકેટમાં આગળ વધવા માટે રોજની કલાકો સુધી પ્રેકટીસ કરતાં હોય છે.

બંનેની હાલ દ. આફ્રિકામાં રમાતી નોર્થ વેસ્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટ NPL અંદર ૧૯ માં ૫૦૦ ખેલાડીઓમાંથી પસંદગી કરાઈ છે. આ બંને યુવાનો ચાલુ સીઝનમાં રમાનારી NPL અંદર ૧૯ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ બન્ને યુવાનોની પસંદગી થવાથી નબીપુર ગામમાં અને તેમના પરિવારમાં ખૂબજ ખુશીનો માહોલ છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.