Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આટખોલ ગામે ચાલતા જુગારના અડ્ડા પર નેત્રંગ પોલીસના દરોડા, 5 જુગારીઓ ઝડપાયા

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના આટખોલ ગામે હનુમાન ફળીયામાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી 5 જુગારીઓને ઝડપી પાડ્યા

ભરૂચ : આટખોલ ગામે ચાલતા જુગારના અડ્ડા પર નેત્રંગ પોલીસના દરોડા, 5 જુગારીઓ ઝડપાયા
X

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના આટખોલ ગામે હનુમાન ફળીયામાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી 5 જુગારીઓને રૂપિયા 51 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર, નેત્રંગ પોલીસ મથકનો પોલીસ કાફલો નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે આટખોલ ગામે હનુમાન ફળીયામાં આવેલ સુનિલ રામસીંગ વસાવા પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ ખુલ્લા વાડામાં આટકોલ ગામનો વિનોદ પ્રતાપ વસાવાના ગામના તેમજ ગામના અન્ય લોકોને ભેગા કરી પત્તાપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાડે છે.

જે બાતમી આધારે નેત્રંગ પી.એસ.આઈ. એન.જી.પાંચાણી તેમજ પોલીસ સ્ટાફ ઉપરોક્ત જગ્યાએ પંચો સાથે રેડ કરતા સ્થળ ઉપર કુલ 5 જુગારીઓ ઝડપાયા હતા, જ્યારે એક શખ્સ ફરાર થયો હતો. પોલીસે પકડાયેલા પાંચેય જુગારીઓની અંગઝડતી કરતાં રોકડા રૂપિયા ૪૬૮૦/- તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૬૫૯૦/- કુલ રોકડા રૂપીયા ૧૧,૨૭૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ. ૦૧ કુલ કિં. રૂ. ૫૦૦૦/- તથા 1 મોટર સાઇકલ કીં. રૂ. ૩૫,૦૦૦/- સહીત મળી કુલ્લે રૂપીયા ૫૧,૨૭૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story