Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાગરા તાલુકામાં માત્ર 11 ગામો ને નુકશાની વળતર નક્કી થતા ખેડૂતોમાં આક્રોશ,મામલતદારને પાઠવાયું આવેદનપત્ર

વાગરા તાલુકામાં ઓદ્યોગીક પ્રદુષણને કારણે ખેડૂતોને ભારે નુકશાન થયાના સમાચારો પ્રકાશિત થતા તંત્ર હરકત માં આવ્યુ હતુ.

ભરૂચ: વાગરા તાલુકામાં માત્ર 11 ગામો ને નુકશાની વળતર નક્કી થતા ખેડૂતોમાં આક્રોશ,મામલતદારને પાઠવાયું આવેદનપત્ર
X

વાગરા તાલુકામાં રાજ્ય સરકાર દ્ધારા એસ.ડી.આર.એફ.ની જોગવાઈ મુજબ માત્ર ૧૧ ગામોને પાક નુકશાની વળતર ચૂકવવાનું નક્કી થતા ખેડૂત આલમમાં રોષ વ્યાપી જોવા મળી રહયો છે.વાગરા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી અન્ય ગામોને વળતર મળે એ માટે રજુઆત કરવામાં આવી હતી ભરૂચ: વાગરા તાલુકામાં માત્ર 11 ગામો ને નુકશાની વળતર નક્કી થતા ખેડૂતોમાં આક્રોશ,મામલતદારને પાઠવાયું આવેદનપત્ર વાગરા તાલુકામાં ઓદ્યોગીક પ્રદુષણને કારણે ખેડૂતોને ભારે નુકશાન થયાના સમાચારો પ્રકાશિત થતા તંત્ર હરકત માં આવ્યુ હતુ.


તંત્ર દ્ધારા ભરૂચ જિલ્લાના પ્રદુષણથી અસરગ્રસ્ત તાલુકાઓનો સર્વે કરવામાં આવ્યો હતો.એનું કોઈજ વળતર ખેડૂતોને આજદિન સુધી મળ્યુ નથી ત્યાંજ કુદરતનો પ્રકોપ વધતા વાગરા તાલુકામાં ભારે વરસાદ થતા ખેડૂતોની દશા બેસી ગઈ હતી.ખેતીના પાકને નુકશાનથી જગતનો તાત વિચલિત થઈ ગયો હતો.ગુજરાતમાં રાજ્ય સરકારે અતિવૃષ્ટિને ધ્યાને રાખી રાજ્યભરમાં નુકશાનીનું વળતર ચૂકવવા માટે ગામો નકકી કરવામાં આવ્યા હતા.જેમાં વાગરા તાલુકાના માત્ર ૧૧ ગામોનો સમાવેશ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.૧૫ થી વધુ ગામના ખેડૂતોએ તાલુકાના અસરગ્રસ્ત અન્ય ગામોને વળતર આપવામાં આવે એ માટે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ વાગરા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યુ હતુ.જો વાગરા તાલુકાના બાકી રહી ગયેલા અસરગ્રસ્ત ગામોનો વળતર મામલે રાજ્ય સરકાર સમાવેશ નહિ કરે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Next Story