Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પદ્મશ્રી ડૉ લતા દેસાઈનું ઝઘડીયા તાલુકાની ૨૦થી વધુ સંસ્થાઓ દ્વારા કરાયું સન્માન

ભરૂચ જિલ્લામાં પ્રથમ પદ્મશ્રી એવોર્ડ ડો. લતાબેન દેસાઈને એનાયત કરવામાં આવતા ભરૂચ જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ભરૂચ: પદ્મશ્રી ડૉ લતા દેસાઈનું ઝઘડીયા તાલુકાની ૨૦થી વધુ સંસ્થાઓ દ્વારા કરાયું સન્માન
X

મહાત્મા ગાંધીના અને સ્વામી વિવેકાનંદના જીવનથી પ્રેરિત ડો. લતાબેન તેમના પતિ સ્વ. ડો. અનિલ દેસાઈ અને સેવા રૂરલની ટીમે ૧૯૮૦ થી કૌશલ્ય વિકાસ દ્વારા આરોગ્ય મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને ગરીબી નાબૂદીના ક્ષેત્રમાં ગુજરાતમાં આદિવાસી સમાયેલ સમુદાયોની સર્વગ્રાહી, સંકલિત સુખાકારી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. મૂલ્યોની જાળવણી આગેવાનોની બીજી પેઢી નો વિકાસ અને વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ એ તેમના જીવનનો મુખ્ય અભિગમ રાખ્યો છે.

ડો.લતાબેન દેસાઈને ભારતના રાષ્ટ્રપતિના હસ્તે આરોગ્ય ક્ષેત્રમાં સેવા કરવા માટે તેમનું જીવન સમર્પિત કર્યું હોય તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં પ્રથમ પદ્મશ્રી એવોર્ડ ડો. લતાબેન દેસાઈને એનાયત કરવામાં આવતા ભરૂચ જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઝઘડીયા તાલુકાની ૨૦થી વધુ સંસ્થાઓ દ્વારા ઝઘડિયા દિવાન ધનજીશા હાઈસ્કુલના પ્રાંગણમાં ડો. લતાબેન દેસાઈનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો.

ડોક્ટર લતાબેન દેસાઈનો નર્મદા સુગર ધારીખેડા, એપીએમસી ઝઘડિયા, ડીડી હાઇસ્કુલ, ખરીદ વેચાણ સંઘ, ઝઘડિયા ગ્રુપ કો.ઓ.મ.પ.સો, નર્મદા ફળ અને શાકભાજી ઉત્પાદક મંડળી, સરસ્વતી વિદ્યા મંદિર, નર્મદા દૂધ મંડળી, ઝઘડિયા વિભાગ સહકારી મંડળી ઉત્પાદક સહકારી શાખવાળી મંડળી, ઝઘડિયા તેલીબીયા ઉત્પાદક મંડળી, ઝઘડિયા વિભાગ બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી, ઝઘડીયા તાલુકા કોટન સેલ જીનીંગ પ્રોસેસિંગ, બાર એસોસીએશન ઝઘડિયા, સરકારી વિનયન કોલેજ રાણીપુરા, વણિક સમાજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઝઘડિયા, રાજપારડી તથા ગોવાલીના ગ્રામજનો, ઠાકોર સમાજ ઝઘડિયા, પૂર્વ આરોગ્ય કર્મચારી સોમીબેન બી પટેલ સહિતની સંસ્થાઓએ તેમનું સન્માન અને અભિવાદન કર્યું હતું

Next Story